Parulben Trivedi

Others

4.0  

Parulben Trivedi

Others

છૂપાયો ક્યાં

છૂપાયો ક્યાં

1 min
144


 આ હાલતોય ઝરૂખો ઘડી છૂપાયો ક્યાં ? 

 ને એમાં દર્દની પીડા ભરી છૂપાયો ક્યાં ?


મથે એ સ્વપ્નના અરમાન પુરવા કાયમ, 

નિરાશાની પતવાળી મઢી છૂપાયો ક્યાં ?


સતત ધબકતો ઝરૂખો હરિની કૃપાથી, 

આ શ્વાસના ધબકારો સજી છૂપાયો ક્યાં ?


ચમક છે ફક્ત ઝરૂરખાની કર્મનો સતપથ, 

સુબુદ્ધિ મનની આ અણનમ ભરી છૂપાયો ક્યાં ?


અગર જો ખુદનું જ દર્પણ બને ઝરૂખો જો, 

તો એમાં સંતની ઉપમા ધરી છૂપાયો ક્યાં ?


વખત ઢળે ત્યાં ઝરૂખાનો નાશ થાયે છે, 

 એ તેજ આતમ ખેંચી ફરી છૂપાયો ક્યાં ?


હરિ ઘડેલ આ તારા નયન ઝરૂખેથી, 

તને હું ઝંખુ સતત ઓ હરિ છૂપાયો ક્યાં ?


Rate this content
Log in