ઉત્સાહનું ઝરણું
ઉત્સાહનું ઝરણું


છે કદર ઉત્સાહનુંયે ઝરણું જગે,
પ્રગતિના રાહોને ઘડનારું જગે,
હામ દાગીનો જ્યાં જોયો તૂટતો,
ત્યાં કદરથી આશ સંધાયુ જગે,
વાહવાહી ના ગમે ખોટી મને,
પણ કદર સંતાપ હરનારું જગે,
ખુદનું સુખ તજ્યું છે મા બાપે ભલા,
ત્યાગનું જોજો ન થાયે લૂ જગે,
દર્દ પીડામાં કદર ઓસડ થયું,
મહેનતાણું જોશનું એ થ્યું જગે,
જ્યાં જરૂર છે એ વખત અર્પો કદર,
ભાવનું જોજો ન થાયે થૂં જગે,
દેશ કાજે પ્રાણ ત્યાગે વીર જે,
છે કદર ને યોગ્ય એ સબળું જગે.