ગેંગેં ફેંફેં
ગેંગેં ફેંફેં
જીવનનાં ગમ પ્રહારમાં ના થાવું ગેંગેં ફેંફેં,
કંટક ભર્યા રાહોમાં ના થાવું ગેંગેં ફેંફેં,
જો કરોળિયો ના હારે તૂટતા જાળ અનેકોવાર,
જીવનરણ સંગ્રામમાં ના થાવું ગેંગેં ફેંફેં,
આવશે સુખમય જીવન જરા ધીરજ ધર,
અટકણોના આ શિખર સર કરતા કરતા ના થાવું ગેંગેં ફેંફેં,
ધ્યેય જો હોય અટલ ને મહેનતનું હોય જોર,
તો આ તલવારની ધારે ચાલતા ચાલતા પણ ના થાવું ગેંગેં ફેંફેં,
અંતે ચિર નિંદ્રામાં જાવાનું જ છે એ નક્કી છે,
તો સત્કર્મની રાહે ચાલતા ચાલતા ના થાવું ગેંગેં ફેંફેં.