જન્માષ્ટમી
જન્માષ્ટમી
કૃષ્ણમાં આસ્વાદ જાગે તો ખરી જન્માષ્ટમી છે,
અંતરે ૐ નાદ જાગે તો ખરી જનમાષ્ટમી છે,
સત્ય, ધર્મ ને પ્રેમ કાજે ઘા સહીને પણ ન ડગ્યા,
કર્મનો એ સાદ જાગે તો ખરી જન્માષ્ટમી છે,
પ્રેમવશ પકવાન છોડ્યા ને એ ભાજી ખાય હોંશે,
લોભમાં અવસાદ જાગે તો ખરી જન્માષ્ટમી છે,
પ્રેમનું દ્રષ્ટાંત ખુદ થઈ કેળવી નિઃસ્વાર્થતા બસ,
પ્રેમમાં સંવાદ જાગે, તો ખરી જન્માષ્ટમી છે,
જે જડીબુટ્ટી આ ગીતા મંત્ર જીવનના સફરમાં,
શાસ્ત્રમાં ઉસ્તાદ જાગે તો ખરી જન્માષ્ટમી છે.
