એ મથે છે
એ મથે છે
લક્ષ્ય શિષ્યોનું ખરું સાકાર કરવા એ મથે છે,
આત્મવિશ્વાસી બનાવી ભયને હરવા એ મથે છે.
આંગળી કઈ કાપશો તો લોહી નીકળશે નહીં કહો ?
મા સમો 'માસ્તર' બની જ્ઞાન ભરવા એ મથે છે.
સદગુણોનો શીખવે કક્કો જીવન સજવા ઉજાસે,
સર્વ વિદ્યાર્થીનું ઉજ્જવળ ભાવી સજવા એ મથે છે.
શ્રેષ્ઠત્તમ શિષ્યો બનાવા એ હૃદય કાયમ ધબકતું,
હા, પ્રલય દુર્ગુણનો સર્જી દોષ છડવા એ મથે છે.
કો' જો પહોંચે ઉચ્ચ શિખરે તો ખુશી લાગે સવાઈ,
ઉચ્ચ ભણતર નીંવને મજબૂત નભવા એ મથે છે.