STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

મન

મન

1 min
197

મનના દર્દ તણો ઉપચાર કરી લ્યો,

નથી થયું મોડું હજુ વિચાર કરી લ્યો.


તનનાં દર્દના તો દાક્તર પણ મળશે, 

મનના વિકારને હવે વહાર કરી લ્યો.


મન એવું જ તન થશે જ નક્કી છે, 

સુમન બને એવો આહાર કરી લ્યો.


અન્નથકી જ મન નિર્માણ થાય છે,

ઉર્ધવગતિના રસ્તા નિર્ધાર કરી લ્યો.


મન તો ભવોભવનું સાથી આપણું, 

તકરાર નહીં સાથે સ્વીકાર કરી લ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational