STORYMIRROR

ચૈતન્ય જોષી

Tragedy

4  

ચૈતન્ય જોષી

Tragedy

જિંદગીના સ્વરૂપો.

જિંદગીના સ્વરૂપો.

1 min
0

ન જાણે કેટકેટલા રંગ દેખાડ્યા જિંદગીએ.
 ન જાણે કેટકેટલા સ્વાદ ચખાડ્યા જિંદગીએ.

 સાધુવેશે આગમન એનું યાદ છે મને આજેય, શૈતાનના સ્વરુપો કેવાં પ્રગટાવ્યા જિંદગીએ.

 ઢાળ ઓછો અને ચઢાણ વધુ એ એનો રસ્તો,
 ક્યાંક રડાવ્યા તો ક્યાંક હસાવ્યા જિંદગીએ.

 પરિવર્તન એ વણલખ્યો નિયમ એનો આજે,
 ક્યાંક ચઢાવ્યા તો ક્યાંક ફસાવ્યા જિંદગીએ.

 ચાર દિવસની ચાંદની સમી વીતી ગઈ કેટલી
, ઘણા બધા વખતે કેવા બનાવ્યા જિંદગીએ.

 -ચૈતન્ય જોષી 'દિપક,' પોરબંદર.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy