STORYMIRROR

Mahendra Rathod

Romance Tragedy

4  

Mahendra Rathod

Romance Tragedy

હસ્તિ એની.....

હસ્તિ એની.....

1 min
7.7K



હસ્તિ એની વાત સાથે જ એણે મિટાવી દીધી,

સામે મળ્યા તો એણે જ નજરો ઝુકાવી દીધી,


સૂરજને એમ પણ આથમવાની ઉતાવળ હતી,

તોય એણે ચાંદને વાત એની જ સમજાવી દીધી,


ઘટાદાર ડાળીઓ પાનખરમાં ખંખેરાઈ ગઈ હતી,

તોય એણે વસંતની મહેફિલો ત્યાં સજાવી દીધી,


આંખોની રોશની એની તલાશમાં જ નીકળી હતી,

બુઝાવી દીપ એણે અંધકારની ચાદર પાથરી દીધી,


અજંપો એવો તો વ્યાપી ગયો'તો ભીતરની ડેલીએ,

ઉઘડ્યા કમાડ તોય એને સાંકળની ભીંત ચણી દીધી.



Rate this content
Log in

Similar gujarati poem from Romance