STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

દરિયો.

દરિયો.

1 min
1

ચોમાસું નજીક જાણીને ઊછળકૂદ કરે દરિયો. આવીને કિનારે એ ઉત્તંગ સઘળાં એ ધરે દરિયો.

 સાવ શાંત દેખાતો આજે એ ચંચળ બની ગયો,
 એવું લાગતું એને રખેને આવ્યો કદી ઘરે દરિયો.

 ધવલનીર એની શોભાને વધારતાં સંધ્યાકાળમાં, છોને ડોળ કરતો એ ગંભીર થવાનો આખરે દરિયો.

 આભ સામું તાકીને હશે એ શક્તિપ્રદર્શન કરતો, વાદળને વરસવા કાજે શકેને એ તો કરગરે દરિયો .

 દઈને દુશ્મન થવા જેવો ઘાટ થયો એની બાબતે, પરત લેવામાં કેવી લાચારી એવું એ ઉચ્ચરે દરિયો. -

 ચૈતન્ય જોષી.'દીપક 'પોરબંદર.


Rate this content
Log in