STORYMIRROR

ચૈતન્ય જોષી

Tragedy

4  

ચૈતન્ય જોષી

Tragedy

બાપુ હવે ક્યાંય નથી.

બાપુ હવે ક્યાંય નથી.

1 min
2

બીજી ઓક્ટોબરે ફોટામાં પરખાતા,
પણ એ બાપુ હવે ક્યાંય નથી દેખાતા. ભાષણોમાં વાતવાતે હોય વર્ણવાતા,
પણ એ બાપુ હવે ક્યાંય નથી દેખાતા.

 વૈષ્ણવજનમાં જે હજુએ ગવાતા,
રઘુપતિ રાઘવ ધૂનમાં સંભળાતા.
 ચલણી નોટમાં હૈયાસરખા ચંપાતા,
પણ એ બાપુ હવે ક્યાંય નથી દેખાતા.

 આઝાદીના દાતા મોહન સદા મનાતા, અગિયારવ્રત થકી પણ ઓળખાતા. દેશભક્તિના મૂળમાં જે જઈ સમાતા,
પણ એ બાપુ હવે ક્યાંય નથી દેખાતા.

 આચરણશૂન્યતામાં સૌ લોક અટવાતા, સ્વાર્થની બુનિયાદે રાષ્ટ્રપિતા ભૂલાતા. તકસાધુના મેળામાં પામવાને તરસતા,
પણ એ બાપુ હવે ક્યાંય નથી દેખાતા.

 - ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy