STORYMIRROR

Mana Vyas

Inspirational Tragedy

2.5  

Mana Vyas

Inspirational Tragedy

વિરહ

વિરહ

1 min
27.6K


સાંજથી ફરી ઝરમર છે,

દિલ ડૂબશે એનો ડર છે.


એકાકી બોઝીલ સફર છે,

અમસ્તો જ તારો વિચાર છે.


બધું ધૂંધળું ને ધૂસર છે,

વિષાદનો કારમો અવસર છે.


મેઘથી ઘેરાયેલું નગર છે,

પહેરો કોઇ શ્વાસ ઉપર છે.


રાતની છરી ધારદાર છે,

કાળો ટપકતો અંધકાર છે.


રાત પછી ઉજળી સહર છે,

તું આવ, તારી જરૂર છે...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational