STORYMIRROR

Mana Vyas

Romance

3  

Mana Vyas

Romance

મારું તને ચાહવું

મારું તને ચાહવું

1 min
26K


મારું તને ચાહવું

             એ તો ઘટના એક નિરંતર

ના કદી ભરતી ઓટ એમાં

             શાંત અગાધ જળનો એ સમંદર

નિખાલસ આંખોની તરલતા

ને સહજ સ્પર્શ નો મર્મ

ઐક્ય નું એજ હાર્દ

               ના કોઇ આડંબર

ના વસંતના ટહુકાઓ

કે ઘડીક હેલી વર્ષાની

શાશ્વત અમરલતા નો

વૈભવ મારે અંતર....


Rate this content
Log in

Similar gujarati poem from Romance