સ્મરણ
સ્મરણ
ચિત્તની દોર પર લટકે,
કંઈ કેટલા સ્મરણ.
કોઇ ભીના કોઇ સુકા,
કોઇ રણકે ઘુઘરિયાળ રણઝણ.
કોઇ અચળ શાશ્વત સ્થિર,
કોઇ રહે જરી અમથી ક્ષણ.
શાને કોઇનું સદા અવલંબન,
કદી દોરને ય થાય એનું વળગણ ?
મનને માંડવે રચાય મેળો,
મેળામાં છૂટે હાથ કોઇનો.
સ્મરણ તો ખોબામાં ઝરતું જલ,
બની વહી જાય કલકલતું ઝરણ...