STORYMIRROR

Mana Vyas

Fantasy Tragedy

3  

Mana Vyas

Fantasy Tragedy

વડપણ

વડપણ

1 min
13.8K


વડપણ કોઇ વૃક્ષ નું ધરાશયી

અહીં,

હતી કેટલીયે અનુભવની કુંપળ

અહીં,

શબ્દો ની ફરી ધારદાર કરવત

અહીં,

ઉપેક્ષાની અણીના દૂઝતા ઘા

અહીં,

સપ્તસૂરથી કલરવતું વિશ્વ હતું

અહીં,

હરિત છાંયડીમાં વિરમતો વિશ્રામ

અહીં,

આભને આંબતી પ્રસરતી મોટાઇ

અહીં,

મૂળથી બીજને સિંચાઇ

અખિલાઇ અહીં,

પર્ણોની મર્મરમાં હજી ધબકે પ્રાણ

અહીં,

ચોપાસ વેરાયા કૈંક સંસ્મરણો

અહીં ....


માના વ્યાસ


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy