STORYMIRROR

Kaushik Dave

Fantasy Others

4  

Kaushik Dave

Fantasy Others

સમજી લીધું

સમજી લીધું

1 min
9

મેં કરી સ્હેજ મજાક

એણે પ્રેમ સમજી લીધો

જોતી રહી મને એ

સ્હેજ સ્મીત કરી લીધું


શું ચાલે છે એના મનમાં

મનમાં કંઈક સમજી લીધું

ઉત્તરની રાહ જોયા વગર

નજરો પણ ઝૂકી લીધી


નજર ફેરવીને જોયું મેં

એણે કંઈક સમજી લીધું

કેટલી ઘેલી થાય છે એ

આંખોમાં જોઈ લીધું


શું તમે એને પ્રેમ માનો છો ?

તમે પણ એમ સમજી લીધું ?

મનમાં તો કંઈ હતું નહીં

પણ સ્હેજ પૂછી લીધું


જવાબ ન મળ્યો કંઈ

એણે સ્હેજ સ્મીત કરી લીધું

ખબર હતી એને કે

નહીં પામી શકશે મને

છતાં હસતાં મુખે મને જોઈ લીધો


સમજી છે એ બધું

હું પણ સમજી ગયો

રસ્તો અમારો હતો જુદો

છતાં યાદોમાં સમજી લીધું...


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy