એક સારી ભેટ
એક સારી ભેટ
એક સારી ભેટ
વારંવાર લખો, ને સાત દિવસ સુધી લખો,
ભેટ વિશે સહુથી સુંદર વાત લખો.
એવી ભેટ જે અમૂલ્ય ગણાય,
હૃદયથી અપાય,ને હૃદયમાં સમાય.
શું આપવું? એવું હવે વિચારો,
યાદ રાખે એવું આપણે તો આપવું.
આપવા માટે શું આપણે આપવું,
વિચારવાનું છે આપણે, સતત વિચારવું.
નથી આપવા રૂપિયા ને ના મોંઘી વસ્તુ,
હોય માત્ર લાગણી, સન્માનિત વસ્તુ.
ચાલો આપીએ સમય, જે છે અનમોલ,
પ્રેમનો સ્પર્શ, જેનો નથી કોઈ તોલ.
એક મીઠું સ્મિત, કે પછી હૂંફાળો હાથ,
સંબંધોની મિઠાશ, જે રહે હર સાથ.
શબ્દોની સરવાણી, ને મૌનનો ટેકો,
વિશ્વાસની દોરો, કદી ના તૂટે એવો.
આપવું છે એવું, જે વધે વહેંચવાથી,
માનવતાનું મૂલ્ય, જે રહે સદા આપણાથી.
તો લખો વારંવાર, આ જ વાત લખો,
સહુથી સુંદર ભેટ છે ,શુદ્ધ પ્રેમનો લખો.
એ જ તો અમૂલ્ય છે, જે રહે કાયમ,
આપવાનો આનંદ, જીવનમાં રહે કાયમ.
- કૌશિક દવે
