STORYMIRROR

Shaurya Parmar

Abstract Others

3  

Shaurya Parmar

Abstract Others

માણું છું.

માણું છું.

1 min
13.7K


તું લોકોને હાટુ મરી ગઈ હોઈશ, 

પણ હું માનવા તૈયાર નથી, 

હું તારા હોવાની અનુભૂતિ રોજ માણું છું, 

હું જાણું છું, 

કે તું મને જોવે છે, 

સાંભળે છે, 

ધ્યાન રાખે છે, 

સાથ આપે છે, 

તું હજુ પણ અહીંયા જ છું, 

મારી જોડે .....

તું કીધા વગર જઉં, 

એવું બને જ નહીં, 

તું મારા વગર રહું, 

એવું બને જ નહીં, 

હું તારા હોવાની સાક્ષી પૂરું છું, 

તું છું જ,

અહીંયા જ છું,

શરીર નથી પણ, 

કંઈક હલનચલન છે, 

ફક્ત દ્રશ્ય નથી તું, 

પ્રેમનું પરિવહન તો છે જ, 

તું મને અડતી નથી, 

તું બબડતી નથી, 

છતાંય કંઈક તો છે જ, 

જેનો અનુભવ હું માણું છું, 

હું મારી માને જાણું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract