એક ગઝલ સવાલો ભરી
એક ગઝલ સવાલો ભરી
તમે કેટલા લાવવાના સવાલો,
અમારું હ્રદય બાળવાના સવાલો.
નિયતથી નહીં ચાલવાના સવાલો,
હિસાબો જુના કાઢવાના સવાલો.
હવે ક્યાંય મળતા નથી જો ચકાસો,
સરાસર સત્યો સાધવાના સવાલો.
જવાબો નહીં આવડે એટલે તો,
નવા ને નવા ફાડવાના સવાલો.
અને કેમ સૌને ખરેખર ગમે છે,
જવાબો નહી આપવાના સવાલો.