Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Abstract Tragedy

3  

Nayana Charaniya

Abstract Tragedy

થાક લાગે છે

થાક લાગે છે

1 min
371


ફરી ગોઠવેલી એક એક વસ્તુઓને ખસેડવી અને ભેગી કરીને કોથળામાં ભરીને મૂકી દેવાનો સમય આવ્યો...


આ વસ્તુઓ નહિ પણ લાગણીઓનો ભાર છે 

જ્યાં ઘણા પ્રયાસો છતાં સંબંધો પર પૂર્ણવિરામ ન મૂકાઈ શક્યું ! 


હા, ક્યાંક અલ્પવિરામ મૂકવાનો નિર્ણય જરૂર કર્યો હતો ! 

પણ આગળનું વાક્ય ફરી લાગણીઓએ લઈ લીધું ! 


એ સમય, એ સ્થળ અને એ મિત્રોની મોજ માણી હતી

હવે ફરી નવીન રસ્તે નીકળી જવાશે ક્યાંક વાત તો થશે પણ સમય સંજોગોએ ! 


જ્યાં થતી રોજ મુલાકાતો કે એકાંતરે થતી વાતો ભૂલાઈ જશે ! 

અચાનક સઘળું સંકેલાઈ જશે અને ફરી નવીન રસ્તે નીકળી જવાશે ! 


હા, થાક તો જરૂર લાગશે આ એક એક યાદોને વાગોળી રહ્યું છે મન ત્યારે !


એકાંતમાં બેસીને પણ એક બદલાવ લાવવા પ્રયાસ કર્યો 

આ લાગણીઓના આવેશને નિયંત્રણમાં રાખવાનું ખોટો પ્રયાસ કર્યો ! 


નિષ્ફળ રહી એમાં પણ લાગણીના પ્રવાહોને કારણે વધુ જ ડૂબી ગઈ મીઠા પાણીના સાગરમાં સમાઈ ગઈ ! 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract