STORYMIRROR

Nayana Charaniya

Romance

4  

Nayana Charaniya

Romance

પ્રેમ

પ્રેમ

1 min
238

તારા પ્રેમની

હું દિવાની છું કાના

રાધા કે મીરા 

નથી હું નથી ગોપી

છતાં વિરહિણી છું. 


છું કુમારિકા

યાદોમાં પરણું છું

બની ક્યાંક

વાદળી વિરહની

વરસુ હું યાદોમાં.


દરવાજા ને

બારીઓ બંધ હતા

હતું અંધારું

પ્રેમનું પ્રતિક તું

પ્રકાશિત થઈ હું. 


ન પૂછ મને

કારણ ઘણાય છે 

જો જણાવું તો

બની જાય કારણ

ગોપી જ રહેવા દે.


સિંદૂરની આ

કિંમત છે નજીવી

લાગે કપાળે

કંકુનો રંગ લાલ

તો ભવોનો સંગાથ. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance