Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Tragedy Inspirational

4  

Nayana Charaniya

Tragedy Inspirational

મૂંઝવણ

મૂંઝવણ

1 min
292


તું પાસે હોય તો આંખ ન મેળવી શકું,

ને જો હોય દૂર હોય તો આંખથી હું વરસ્યા કરું, 

આ જોને કાના કેવી તે મનની મૂંઝવણ મેં ભાળી !


શબ્દો ના ઉચ્ચારી શકું, બસ આંખોની ભાષાથી બોલી શકું, 

ક્યાં પલકરમાં પામી લઉં બધું જ

તો ક્યાંક ખુલ્લી આંખે ભાળું હું અંધારું ! 

આ જોને કાના કેવી તે મનની મૂંઝવણ મેં ભાળી,


શબ્દોની રમત ક્યાં મને તારી સાથે આવડી ?  

બસ પ્રેમનો પર્યાય બનાવી જાણી મારી કવિતાને

યાદોના સહારે જીવવાનું કારણ પણ ક્યાં હું જાણું ?

આ જોને કાના કેવી તે મનની મૂંઝવણ મેં ભાળી,


એક અજબ ગજબની તારી ને મારી કહાની

ના આવે રાતે નીંદરું યાદોમાં તારી જાગુ સવાર થઈ જાણી, 

આ જોને કાના કેવી તે મનની મૂંઝવણ મેં ભાળી,


આમ તો ક્યારેક આછેરી ઝલક મળી જતી તારી 

પણ જોને આ વરસાદને પગલે ભીંજાય મારી લાગણી,

ના આવે તું ને વરસે ફરી મારી આ આંખડી,

આ જોને કાના કેવી તે મનની મૂંઝવણ મેં ભાળી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy