STORYMIRROR

Nayana Charaniya

Abstract Tragedy Inspirational

4  

Nayana Charaniya

Abstract Tragedy Inspirational

પ્રીતિના ફેરા

પ્રીતિના ફેરા

1 min
423

યાદ તો હું કાયમ એક જ વાત કર્યા કરું છું,

ઘાયલ બની આજ વિરહ વેદનામાં હું ઝરું છું,


ભલે ને અહીં એકાંત હોય કે હોય મહેફિલ,

યાદોમાં તારી મળ્યા વિના હું મળ્યા કરું છું,


ક્યાંક અજંપો હોય કે હો મહેફિલ મજાની,

સ્મૃતિના સાગરમાં તરણું બની હું તરું છું,


એક તરફી પ્રેમમાં પાગલ થઈ આજ હું,

મારા મનની વાત કહેતા હું જ ડરું છું !


ચોરીના ફેરા ભલે ને મેં ક્યારેય ફર્યા નથી,

કૃષ્ણ સાથે પ્રીતિના ફેરા હું કાયમ ફરું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract