STORYMIRROR

Nayana Charaniya

Abstract Tragedy

4  

Nayana Charaniya

Abstract Tragedy

ઉપવનમાં

ઉપવનમાં

1 min
229

સુખના પતંગિયા જેવું જીવન મારું ગઈ હું ઊડવા 

ત્યાં આવીને રૂપ જોઈ ગયું કોઈ મસળવા,

આ તે કેવો શોરબકોર જીવન ઉપવનમાં ? 


હજી તો પાંખ ફૂટી હતી ગયું તે ઊડવા 

ધીમે રહીને ફસાવી એને એની જાળમાં

રાખી હથેળી બેસવા લલચાવ્યું હળવેક 

આ તે કેવો શોરબકોર જીવન ઉપવનમાં ?


અંધારામાં રાખી મને પકડી ગયું એની કેદમાં

અજવાળે પણ પૂરી મને એના પાંજરે

દેખાવનો જ તો હતો કઈ ઠાઠ - માઠ અનેરો

આ તે કેવો શોરબકોર જીવન ઉપવનમાં ?


સજાવી રાખી મને જ્યાં હું ઉપયોગી લાગી 

અચાનક એક દિવસ પાંખો મારી કાપી ! 

જ્યાં થયો સ્વાર્થ એનો પૂરો મને મારી નાખી

આ તે કેવો શોરબકોર જીવન ઉપવનમાં ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract