STORYMIRROR

Drsatyam Barot

Romance Tragedy

4  

Drsatyam Barot

Romance Tragedy

તોલવાનું નહીં

તોલવાનું નહીં

1 min
27.2K


વાતમાં તાજવું રાખવાનું નહીં,

પ્રેમમાં દિલ કદી તોલવાનું નહીં.


આપણી હોય તાકાત ના પ્રેમની,

તો કદી દિલ બધું ખોલવાનું નહીં.


આપવું હોય તો હેત સૌ આપવું,

આપણું દર્દ તો આપવાનું નહીં.


આપણે આપણી મોજમાં ચાલવું,

કોઇ કહે એમ તો ચાલવાનું નહીં.


આપવું હોય તો દિલ બધું આપવું,

ટુકડો કોઈને વ્હેચવાનું નહીં.


જિંદગી અંધકારો મહીં ગાળવી,.

કોઇ દિ' તેજમાં ઝાંખવાનું નહીં.


ઓ ખુદા તું હવે, શું મને આપશે,.

મેં જ નક્કી કર્યું માંગવાનું નહીં.


વાત મૂર્ખા કરે આપણી જો કદી,

એમને વાતમાં ટોકવાનું નહીં.


જેમને આવવું હોય એ આવશે,

જાય તો કોઈને રોકવાનું નહીં.


બાંધવું ના કદી કોઈનું ઘર પછી,

કોઇનું દિલ કદી તોડવાનું નહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance