ઘડીઘડીની વાત
ઘડીઘડીની વાત
ઘડીઘડીની વાત છે
ક્યારેક વરસાદ ને
ક્યારેક કોરું ઝાંખ છે,
ઘડીઘડીની વાત છે
ક્યારેક કળાનો કાટ છે
ક્યારેક કાટનો કંકાસ,
ઘડીઘડીની વાત છે
ક્યારેક નિયમો સાથ છે
ક્યારેક નિયમોથી નિરાશ છે,
ઘડીઘડીની વાત છે
ક્યારેક સાધના છે
ક્યારેક સાધનની કમી છે,
ઘડીઘડીની વાત છે
ક્યારેક સ્વપ્નની સુવાસ છે
ક્યારેક સ્વપ્ન જ સ્વપ્ન છે.
