ચિત્રની સાથે વિચિત્ર છે દુનિયા
ચિત્રની સાથે વિચિત્ર છે દુનિયા
ચિત્રની સાથે વિચિત્ર છે દુનિયા
ગીતની સાથે ગમગીન છે દુનિયા,
મિતની સાથે સ્મિત છે દુનિયા
પાયાની સાથે માયાવી છે દુનિયા,
આનંદથી સાથે આંદોલન છે દુનિયા
ફૂલની સાથે ગુલ છે દુનિયા,
આકારની સાથે સાકાર છે દુનિયા
ઓળખની સાથે જોખમ છે દુનિયા,
લાગણીની સાથે લાલચી છે દુનિયા
રાતની સાથે રાજ છે દુનિયા,
ભાવની સાથે ભાત છે દુનિયા.
