કલ્પના નથી
કલ્પના નથી
હું કોઈ કવિની કલ્પના નથી
હું પોતે જ કવિ છું,
હું કોઈ બાગનું ફૂલ નથી
હું પોતે જ સુંગંધ છું,
હું કોઈ પણ હવા નથી
હું પોતે જ લ્હેર છું,
હું કોઈ કવિતા નથી
હું પોતે જ કલા છું,
હું કોઈ જંગની જીત નથી
હું પોતે જ જીત છું,
હું કોઈની નિરાશા નથી
હું પોતે જ આશ છું,
હું જોઈ માનવની મ્હેર નથી
હું પોતે મનનો માનવ છું,
હું કોઈનું જીવન નથી
હું પોતે જ જવું છું.
