મારા બંધુ રે
મારા બંધુ રે
રહો રહો મારા બંધુ રે રહો આજની રાત
સમજો સમજો મારા બંધુ રે સમજો સંબંધની વાત,
જાગો જાગો મારા બંધુ રે
જાગો સ્વપ્નની રાત,
ભાગો ભાગો મારા બંધુ રે
ભાગો ભોમની કાજ,
આવો આવો મારા બંધુ રે, આવોને આજની રાત,
માગો માગો મારા બંધુ રે માગો મનની વાત,
લાવો લાવો મારા બંધુ રે લાવો સહકારનો સાથ
મેળવો મેળવો મારા બંધુ રે મેળવો જ્ઞાનને સાથ,
જીવો જીવો મારા બંધુ રે જીવો આજની મુલાકાત.
