STORYMIRROR

puneet sarkhedi

Abstract Romance Others

3  

puneet sarkhedi

Abstract Romance Others

કેમ ચાલે

કેમ ચાલે

1 min
11.7K

મળી એ સહેલી, સફર કેમ ચાલે,

જે જાતે કરી, એ કબર કેમ ચાલે...


સમાચાર છે, એમ વિદાય થશે,

દશામાં કફોડી ખબર કેમ ચાલે...


ચડાઈ કરે છે, લહેરો અજાણીં,

પહોંચી ને કાંઠે, સબર કેમ ચાલે...


છે ભારે, મપાવી, ન હળવાશ રાખો, 

જનમથી મળે એ, નજર કેમ ચાલે...


સજા પાંદડાને જ, એવાં ન રાખો,

રહી કાયદામાં, કસર કેમ ચાલે...


સદી જાય થોડા સમયમાં, કબીરી,

અજાણી નમાઝે કદર કેમ ચાલે...


જમાં 'નિત' રાખો, ટહૂકા ફળીમાં,

પવિત્ર સાંજ, સાથી વગર કેમ ચાલે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract