રસ્તે
રસ્તે
લાંબી વાટે ઊભા રે'જો,
પાણી ઘાટે પીતા રે'જો.
ખળખળ જળમાં વે'તા કોના ?
શમણાં આખા જોતા રે'જો.
ધરતી ધ્રૂજે હરપળ આજે,
ગીતો જળના ગાતાં રે'જો.
કાદવ એના પગમાં છે તો,
ફોરમ બાગે વાતા રે'જો.
એવા છે જે દોડે રસ્તે,
ઘરમાં સીધા પાટા રે'જો.
