STORYMIRROR

Smita Dhruv

Children Stories Drama

3  

Smita Dhruv

Children Stories Drama

એકાદ દિવસ

એકાદ દિવસ

1 min
422

એકાદ દિવસ,

આપણે ઉઠીશું વહેલાં, નીરખીશું સાથે,

નવલું પ્રભાત, ને સૂરજનાં કિરણો,

સતત  સોનેરી  જે વહેતાં,

એકાદ દિવસ..


એકાદ દિવસ,

ખોલીશું પેલી પેટી, સાચવેલી પેન,

પહેલો તૂટેલો દાંત, કિંમતી ઓટોગ્રાફ,

પિક્ચરની સસ્તી ટિકિટનું અડધિયું,

જે જોયું 'તું સાથે,

એકાદ દિવસ..


એકાદ દિવસ,

વાંચીશું પત્રો, લખેલા ને વણલખેલા,

કલ્પિત પાત્રોને, જે કદી ન પહોંચતાં,

તો યે હૈયામાં રાચે !

એકાદ દિવસ..


એકાદ દિવસ,

પહેલાંની જેમ રમીશું સાથે,

વર્ષોની યાત્રાને ભૂલીને, દાયકાઓ કૂદીને,

બાળપણને બોલાવીશું ત્યારે,

એકાદ દિવસ..


Rate this content
Log in