સાવરે
સાવરે


આજ અચાનક પ્રેમ મારો ફરી મળી ગયો,
જોઈ મને, સાંવરે મારો, નિઃશબ્દ થઈ ગયો,
જાતને સંભાળીને, પછી પૂછ્યું કેમ છો
રાધે?,
તું જ કહે સાવરે, છે તો તું જ અહીંથી ગયો
બન્યો દ્વારિકાધીશ ને મલ્યા ખૂબ માન પાન, પદ અને પ્રતિષ્ઠા પણ,
બધું જ ઐશ્વર્ય છતાં,લાગે છે દુઃખી તો તું જ છે થયો.
હું તો બરસાનાની રાધા, મારુ શું છે, હજી પણ,
ત્યાં જ તો ઊભી છું રાહમાં તારી, જ્યાંથી તું છે ગયો.
રાધાએ તો તને પામ્યો હરેક પળે ઓ સાંવરે
વિરહની વેદના તો, તારો ચહેરો ખાઈ ગયો.
રૂક્મણિ સંગે તો દ્વારિકાધીશ જ શોભે,
રાધા તો ખુશ છે સાંવરે એને મળી ગયો.
રહયો હશે, દુન્યવી દ્રષ્ટિએ પ્રેમ મારો અધૂરો,
પણ, મળ્યો જો સાંવરે, તો નિપુર્ણ, પ્રેમ મારો એમ જ પૂરો થઈ ગયો.