STORYMIRROR

Purnendu Desai

Inspirational

4  

Purnendu Desai

Inspirational

ગુરુ શરણ

ગુરુ શરણ

1 min
260

આ ચરણનું આચરણ સારું હશે તો ગુરુનું શરણ મળશે,

આવરણને હટાવીને જશે, તો શંકાઓનું નિવારણ મળશે,


ભારણને છોડી, તારણ પર આવશે, તો ગુરુનું શરણ મળશે,

કારણને છોડી, કર્મને પકડશે, તો દુઃખોનું મારણ નિકળશે,


અર્પણ ખુદને ગુરુના ચરણ કરશે, તો પ્રભુનું શરણ મળશે,

પદાર્પણ ધર્મની તરફ હશે, તો આપોઆપ સમર્પણ ફળશે,


વળગણનું તોરણ છોડશે નિપુર્ણ, તો ગુરુનું શરણ મળશે,

તર્પણ થાય તે પહેલાં, સ્મરણ કરી લેશે તો મોક્ષ પણ મળશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational