લક્ષ્યવેધ
લક્ષ્યવેધ
અહીં ક્યાં કોઇ અર્જુન છે, કે હર વખતે લક્ષ્યવેધ કરી શકે,
છે નિરંતર કોશિશ અગત્યની બસ, જુસ્સાથી જો કરી શકે.
ક્યારેક નસીબ ભલે અગત્યનો ભાગ ભજવતું હોઈ શકે,
પણ અહીં મહેનત કર્યા વગર કોઈ આગળ વધી નહી શકે.
સરળ રહેશે જીવન જો કર્મના સીદ્ધાંતને તું સમજી શકે,
બાકી, એક પારધીનું બાણ, ખુદ ક્રિષ્નને કેવી રીતે ભેદી શકે.
જે પણ થઈ રહ્યું છે 'નિપુર્ણ', તું એને સ્વીકારી જો શકે,
સ્થિતપ્રજ્ઞતા આવે પછી કોઈ ફરિયાદ ઉરે ઉઠી જ ન શકે.