તું શું મળી
તું શું મળી
તરસ્યાને જોઈએ ફક્ત બે જ બુંદ તરસ છીપાવવા માટે,
તું શું મળી, આખી નદી મળી ગઈ, તૃષાને તૃપ્ત કરવા માટે,
જોઈએ મુક ને બે જ શબ્દો, દિલની વાત રજુ કરવા માટે,
નજર શું મળી તારી, મળી સરગમ વાચાને વહી જવા માટે,
પાગલો ઘણા છે જમાનામાં તારા પર ન્યોછાવર થવા માટે,
પસંદ શું કર્યો તે, શબ્દો પાગલ થયા એક કવિતા થવા માટે,
છે એ 'પૂર્ણ', છતાં કૈક ખુટતું હતું 'નિપુર્ણ' થવા માટે,
તું શું મળી, મળ્યો એક લય, શ્વાસોના આવાગમન માટે.