STORYMIRROR

Sneh Hathi

Inspirational Others Romance

4.8  

Sneh Hathi

Inspirational Others Romance

કળી

કળી

1 min
26.9K


કળી

જ્યારે દેખાતી

કે તરત જ વિરોધ થતો

મોટી થઈ ફૂલ બની

પાંખડી ખરાવશે

કચરો કરશે..



કળી

ચો તરફથી

ઢાંકી રખાતી સૌથી

કોઇ જોઇ ન જાય

હાથ લગાડશે

ખરાવી નાખશે...



કળી

માંડ સમજાવી

શકી કે હૂં ખીલીશ

ખરીશ તો કચરો

થશે તો પણ

સુગંધ પથરાશે...



કળી

આજે ખીલે છે

લોકો આનંદથી ઝુમી

એનાં પ્રાગટ્યની ખુશીમાં

ઓચ્છવ કરી

પેંડા વહેચે છે..


કળી

સુંદર રીતે ખીલી

કુદરતમાં મહાલતી

સાનિધ્યને મહાલતી

ખુશ્બુ પ્રસરાવતી

પાંગરે છે..


કળી

હજુ અડધી ખીલી

ન ખીલી ત્યાં તો ભમરા

પતંગિયા ઉડતા

મધુબનમાં આવી

પહોંચે છે..


કળી

ફૂલ બને એ પહેલાં જ

ભમરા પીંખે છે

પતંગિયા સિંચે છે

અવઢવમાં ડૂબતી

ઢળે છે..


કળી

સમજતી થઈ

પતંગિયું પ્રેમ છે

ભમરો વ્હેમ છે

એક હવસ તો બીજું

સરસ છે..


Rate this content
Log in

More gujarati poem from Sneh Hathi

Similar gujarati poem from Inspirational