મોતી
મોતી
તું અગર મોતી ને હું એક જો છીપ છું તો,
કિંમત પણ મારી છે, જો સાથ તું દે છે તો.
તું છે મોતી એમાં, જે સંબંધ બંધાયો છે તો,
હું બની ગયો દોરો, જો તે હાર બનાવ્યો છે તો.
શોભા છે તું મારા ગળાની, પહેરવા જો મળે તો,
મારુ તો લાગે છે કે પરાણે, આ ગળે તારે પડ્યો તો
કોશિશ કરુ 'નિપુર્ણ' જો તારામાં પરોવવાની મને તો,
મતલબ નથી કાઈ એનો, જો તું સાથ આપેજ નહીં તો.