Purnendu Desai

Romance

4  

Purnendu Desai

Romance

શું કામનો ?

શું કામનો ?

1 min
396


હોય ગમે તેટલો, પણ માંગવો પડે, એ પ્રેમ શું કામનો ?

દર્શાવવી જ ન હોય તો લાગણીનો, એ સંબધ શું કામનો ?


વખતે જે જળવાય નહીં એવો શુષ્ક વ્યવહાર શું કામનો ?

વહી શકે નહીં ને કિનારે જ પછડાય, એ સાગર શું કામનો ?


પૂરો થઈ જાય તો પણ, નશો ન ચડે, એ જામ શું કામનો ?

મંજિલ સુધી પહોંચાડી ન શકે, તો એ રાહબર શું કામનો ?


જરૂરી હૂંફ આપી શકે નહીં, એવો કોરો સ્નેહ શું કામનો ?

ખૂલે નહીં, ને અકળ જ રહે, એવો પોતાનો શું કામનો ?


પૂરો થઈ જાય તોય સમજી ન શકાય, એ શેર શું કામનો ?

જેના માટે લખ્યું, એ જ ન સમજે, એવો લેખ શું કામનો ?


સમયે બદલી ન શકાય, 'નિપુર્ણ' એ સ્વભાવ શું કામનો ?

વીત્યા પછી, આપો ગમે તેટલો, પછી એ સમય શું કામનો ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance