થઈ જાઈએ
થઈ જાઈએ
અધૂરો હું ને અધૂરી તું, ચાલ મળીને પૂરા થઈ જાઈએ.
ન તું શૂન્ય,ન હું શૂન્ય, બન્ને મળીને 100 થઈ જાઈએ.
ગણિતના નિયમને,ચાલ ને, આપણે, બદલતા જાઈએ,
અડધામાંથી અડધું બાદ કરી,આપણે એક થઈ જાઈએ.
કરવા દે પંચાત દુનિયાને, કોણે કોના માટે ફના થવું જોઈએ
ચાલ ને, અથથી ઇતિ સુધી ઉભયમાં બસ સમાતા જાઈએ.
ક્રમ અને અનુક્રમ ને આપણે,હાંસિયામાં મૂકતા જાઈએ,
એ બન્નેને જ ગુણી આપણે, પ્રેમમાં *નીપૂર્ણ* થઈ જાઇએ.

