Purnendu Desai

Inspirational

4  

Purnendu Desai

Inspirational

ખોજ

ખોજ

1 min
232


ન વાદમાં, ન વિવાદમાં, મજા તો છે બસ સંવાદમાં,

મળે છે જેટલું એના તરફથી, લઈ લે તું બસ પ્રસાદમાં,


ન વારમાં, ન પલટવારમાં, મજા તો છે બસ સમાધાનમાં,

નમીને સંબંધોમાં, હારને તબદીલ કર બસ તું એક જીતમાં,


ન વ્યથામાં, ન ગુસ્સામાં ન ઝઘડામાં ન કોઈ ફરિયાદમાં,

જે પરિસ્થિતિ છે સામે, મજા તો છે બસ એના સ્વીકારમાં,


ન ગ્રહોમાં, ન હસ્તરેખામાં ન કપાળમાં, ક્યાંય કશું શોધમાં,

નસીબમાં જે લખ્યું હશે, મળી જશે, થોડા ઇન્તજારમાં,


ન ઉન્માદમાં, ન ઉત્પાતમાં, મનને તું રાખ તારા દાબમાં,

ન વિષાદમાં, ન અતિરેકમાં, જાતને બસ રાખ તારા હાથમાં,


ન વનમાં, ન જીવનમાં, 'નિપુર્ણ' ને ખોજ તારા જ ખુદમાં,

ન શૂન્યમાં, ન પૂર્ણમાં, મજા તો છે બસ અધૂરા રહેવામાં.


Rate this content
Log in