કંઈ નક્કી થોડું છે ?
કંઈ નક્કી થોડું છે ?
આવે તો અનહદ આવે, અથવા પછી અવિરત ઝરે મનમાં
અનરાધાર કે રિમઝીમ,એનું વરસવાનું કંઈ નક્કી થોડું છે ?
આશાઓ છે અગણિત ને રસ્તાને જ મંઝિલ મળતી નથી,
ઈચ્છા તો હોય અમાપ, પુરી જ થાય એવું નક્કી થોડું છે ?
આકાશ આખું પતંગોથી લહેરાય ને પેચ લાગી પણ જાય
મનગમતી પતંગમાં જ પેચ લાગે, એવું કંઈ નક્કી થોડું છે ?
ઘણું આપ્યું છે અને હજુ આપે જ છે સમય આવ્યે એ,
તમે ધારો એવી રીતે જ એ મળે એવું કંઈ નક્કી થોડું છે ?
આ સફરમાં, જે મળ્યું છે જ્યાં સુધી, માણી લો 'નિપુર્ણ'
આપણો સાથ છેવટ સુધી જ રહે એવું કંઈ નક્કી થોડું છે ?