STORYMIRROR

Purnendu Desai

Romance

4  

Purnendu Desai

Romance

વરસાદી સાંજ

વરસાદી સાંજ

1 min
31


ફિતરત છે તારી આમ આખું વરસ રાહમાં મારી તરસવું,

સ્વભાવ છે મારો, છું ત્યાં સુધી મન મૂકી, તારા પર વરસવું.


આદત છે મારી વાદળો જેવી, તારા માટે લાગણીથી બંધાવું

વરસુ હું તારી પર,ને તારું પ્રેમમાં મારી તરફ નદી જેમ વહેવું


હું હિસાબ રાખું એક એક કતરાનો,ક્યાં ને કેટલું તૂટી પડવું,

તું તારી મરજીનો માલિક,સ્વભાવ તારો,બેહિસાબ ખર્ચાવું.


નીપૂર્ણ બન્યો ચંચળ આજે,વર્તન તારું ઠાવકી ધરા જેવું,

મળે જો પ્રેમ તારો,ખીલું તારામાં,હું વરસાદી સાંજના જેવું. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance