સારસોની જોડી
સારસોની જોડી
1 min
319
પરોઢના મંદ મંદ તિમિરની સંગાથમાં
સૂરજની લેતાં હાજરી સારસોની જોડી રે,
ગભરુ હૃદયની હારમાં બેઉં સારસ બેલડી
ડાંગર ઉગેલ ભરેલ છીછરા પાણીમાં ઊભો રે,
હે આખી રાતે ઊભા એક પગે રે ઘણાં
નવ ડગે રે પગ બીજો એની પાંખની હોડમાં રે તણો,
કોણ જાણે સારસ ભૂખ્યા ના એક ફટકે
છૂટી ગયા પ્રાણ વિહગ સારસનાં એક ઝાટકે,
બીજા અંડજ સારસ બેલડીની જોડી તૂટી
નભમાં રહેલાં આકળા સૂરજની અશ્રુધાર વહી,
પ્રેમનાં પર્યાય એવા સારસોની જોડી તૂટી
બીજા ખેચર સારસની પગથી ધરા ખસી,
છેલ્લો સ્વીકારતાં શ્વાસએ સારસોનો કુદરતે રડી
પ્રેમનાં પર્યાય એવાં સારસોની જોડી તૂટી.