સૂર્યપુત્ર
સૂર્યપુત્ર
સૂર્ય સામે ઉભો પુત્ર નામે,
કર્ણ બાળપણથી વગોવાયો,
સૂર્ય સામે જોઈ કર્ણ પૂછતો,
આપ છો તેજસ્વી ઘણા તોયે,
હું ઓળખાતો સૂર્યપુત્ર નામે,
તોયે અપમાનો થી ઘેરાયેલો,
મારી દશાનું દુઃખ નથી મુજને,
પણ જન એ સામાન્યનું શું ?
આ અસ્પૃશ્યતાના ઓળામાં,
ખોવાયેલો હું તેજસ્વી કર્ણ.