દેહાંત
દેહાંત

1 min

11.5K
સ્વજનનાં દેહાંતનું ખૂબ દુઃખ
વ્યક્ત કરતાં પ્રતિકૃતિ સામે ઊભા,
યાદ તેમને કરી મુશળધાર રડતાં
સામે તેમની તસ્વીર જોઈ મરતાં,
મોટા કરી ચક્ષુ ફેંદી વળ્યાં એને
આખી જિંદગી એમને જ સાખી,
ઝીણી કરી આંખ હવે જોયું તસ્વીરમાં
આબેહૂબ જાત ને જોઈ તેમાં જ રે,
એક'દિ વારો આવશે મારો પણ
જોઈ બમણા દુઃખે વરસી આંખે,
જિંદગી જીવ્યા ખાલી ઠાઠમાઠમાં જ
ખબર જ ના રહી ખૂણા ખાલીખમ હૃદયના.