ભૂલોનો શોધનારો
ભૂલોનો શોધનારો
1 min
11.8K
અરે ! ગજબની છે નિખાલસતા તારી
લાખ ચીંધે આંગળા લોકો તોયે તું ન્યારી,
તું છે પ્યારી પ્રકૃતિ છતાં જુએ ફૂટ આમ
તું છે સાત્વિક સદા તોયે લોકોની કૂટ,
તારી નિશાનો શશી છે સુંદર રે
તોયે લોકો એના ડાઘ પરજ અટકે સદા,
શિયાળે સરળ ભારતો ભાનું ને
ઉનાળે આકળો લાગતો શાને રે,
નિરાળી નદીના નીર વહેતા તો
તોયે પુર પરજ અટકતાં અભણ રે,
એમજ નવ દેખાતું મહાપુરુષત્વ આમને
દુર્ગુણના દાસ છે આ લોકો રે.