બધાં જ
બધાં જ
અસલ જિંદગીમાં નચાવે બધાં જ,
નદી ઓળંગી તો ડૂબાવે બધાં જ,
કરી જાવું છે લેણું આજે મરણ પર,
ફરી માણસ બનો, રડાવે બધાં જ,
કદર હોય જો આપની આરસ તણી,
જગતમાં ફરીથી ઘસાવે બધાં જ,
વખતની અમે રાહ જોતા હતા જ્યાં,
કબર ન ઘરેઘર વસાવે બધાં જ,
તરસ તો હતી હરણને ચોતરફની,
વહાવી ઝરણ ને ફસાવે બધાં જ.
