STORYMIRROR

SANJAY VAGHELA

Romance

3  

SANJAY VAGHELA

Romance

સનમ

સનમ

1 min
160

આજે તમારી ખોટ વરતાણી સનમ,

ખાલી દરિયે ઓટ વરતાણી સનમ, 


કાયા જનમથી રોજ શણગારી ભલે,

આતો અમસ્તી દોટ વરતાણી સનમ,


વાંધા બધાયે આજ ખોળ્યા આંગણે,

હમણાં હૃદયને ચોટ વરતાણી સનમ,


તારા હતા તો રાજ આપ્યા વીણવા,

બાંધી હથેળી ભોટ વરતાણી સનમ,


થોડી નજરને દૂર નાંખીને હવે,

ખોટી પડેલી નોટ વરતાણી સનમ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance