STORYMIRROR

Purnendu Desai

Abstract

3  

Purnendu Desai

Abstract

વિનંતીપત્ર દીકરીના સાસરિયાને

વિનંતીપત્ર દીકરીના સાસરિયાને

1 min
458

અમારી લાડલી, હવે થઈ છે તમારી આબરૂ,

વિશ્વાસ છે રાખશો, ખૂબજ પ્રેમથી, તમો પણ.


નથી લાગ્યો એને, આ જમાનાનો રંગ હજી

મોર્ડન, છતાં અદભુત છે એની સાદગી પણ.


અમારી એ દીકરી, જે બને છે હવે વહુ તમારી

રાખજો તમે એનું દીકરીપણું યથાવત ,પણ.


હા,બાળક છે ભૂલો તો કરશે કદીક ત્યાં

આપ, એને સુધારીને સાચવી લેશો પણ.


હોય છે રીત અને રિવાજો,

અલગ દરેકના શીખવાડજો,

શીખી જશે બધું ટૂંકમાં પણ


દૂધમાં સાકરની જેમ ભળતા, શીખવ્યું છે અમે

બસ એ મીઠાશ કાયમ અનુભવો આપ પણ


અને છેલ્લે


અમો પણ છીએ માટીના માનવી, માફ કરશો

જો ખામી કઈ રહી ગઈ હોય અમારી પણ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract