Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Smita Dhruv

Drama Fantasy Abstract Inspirational

3  

Smita Dhruv

Drama Fantasy Abstract Inspirational

કોણ છે તું, શ્યામ ?

કોણ છે તું, શ્યામ ?

1 min
284


ફેંકીને પાસા મધુર મરકતો,

નચાવતો સૌને,

મનમોહન, જગવંદન,

દ્યૂતની રમત આ સૃષ્ટિ તારી,

ક્યાંય શકુનિ તો નથી ને તું ?


ફેલાઇ નભ સમ ચારેકોર,

કેશવ, મધુકર, મુરારી,

કુંજબિહારી,

કરતો જે ટહુકાર,

પેલો મોરલો તો નથી ને તું ?


ક્ષણમાં બદલતો ચિત્ર તું,

વિરાટ સ્વરૂપ ધારી,

જીવનનાં ગણિતનો,

સૌનો હિસાબ રાખતો,

ક્યાંય ચિત્રગુપ્ત તો નથી ને તું ?


ઓ નટખટ, ગિરિધર,

શ્યામસુંદર,

અમ નિસહાય  નિર્બળ,

આવ તું, હાથ ઝાલ તું..

સૌનો તારણહાર  તું !


Rate this content
Log in

Similar gujarati poem from Drama